સ્ટેડિયમમાં લોકોએ ટી શર્ટ ઉતારવાનું કહેતા ખુબસુરત એક્નરે બતાવ્યો ઠીંગો

0
16

સાન પાઉલો,તા.૪
ફૂટબોલ ફેન્સ મેદાન ઉપર તમામ મયાર્દા તોડી નાખતા હોય છે. આવી જ ઘચના બની ઈટાલીની લીગ સીરી એ કે મેચ દરમિયાન. ઈટાલીના સાન પાઉલો સ્ટેડિયમમાં નેપોલી અને બ્રેશિયાનો મુકાબલો થઈ રહ્યો હતો. અને આ મેચને કવર કરવા માટે ઈટાલીની સ્પોર્ટ્સ એક્નર ડોયલ્ટા લેઓટા પણ કવર કરવા પહોંચી હતી. જો કે તે સ્ટેડિયમમાં પહોંચતા જ નેપોલી ફૂટબોલ ક્લબના ફેન્સ અભદ્રતા ઉપર ઉતરી આવ્યા. ફેન્સે લાઈવ મેચ દરમિયાન સ્પોર્ટ્સ એક્નર ડોયલ્ટા પર અભદ્ર ટિપ્પણી કરતાં તેને ટી શર્ટ ઉતરવા માટે કહ્યું હતું.
નેપોલીના ફેન્સની અભદ્રતાનો સ્પોર્ટ્સ એક્નર ડોયલ્ટાએ ગુસ્સે થયા વગર ખુબ જ સહજતાથી જવાબ આપ્યો હતો. તે નેપોલી ફેન્સની સામે જોઈ રહી અને હસી પછી હાથ ઉઠાવીને તે લોકોને ઢીંગો બતાવી ટી શર્ટ કાઢવા ના પાડી દીધી હતી. ડોયલ્ટાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
ડોયલ્ટ લેઓટા ઈટાલીની મશહૂર સેલિબ્રિટીમાંથી એક છે. તેણે વેધર રિપોર્ટર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. પણ બાદમાં તે ઈટાલીની સૌથી મશહૂર સ્પોર્ટ્સ એક્નર બની ગઈ. તે એક જર્નાલિસ્ટ હોવાની સાથે સારી સિંગર અને એક્ટર પણ છે. તેની પાસે લૉની ડિગ્રી પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY