ઉચ્છદ ગામ ખાતેથી ચોરાયેલ બે સોલાર લાઇટની બેટરીના આરોપીને ઝડપી પાડતી વેડચ પોલીસ 

0
35

ભરૂચ : વેડચ પો.સ્ટે.વિસ્તાર માંથી ચોરાયેલ સોલાર લાઇટની બે બેટરી કિ.રૂ. ૧૪૦૦૦/- ની ચોરી થયેલાનો ગુનો તા.૦૫/ ૧૧/૨૦૧૯ ના રોજ દાખલ થયેલ જે ગુનો નોંધી તપાસ કરતા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા, જંબુસર વિભાગ તથા CPI  એસ.એસ.રાઠોડ સર્કલ જેબુસર નાઓએ ગુન્હો ડીટેક્ટ કરવા માટે આપેલ સુચના હેઠળ આરોપી તથા મુદામાલ પકડવા માટે તપાસમાં હતાં દરમ્યાન ઇન્ચાર્જ પો.સ.ઇ સી.જે.પુવારને બાતમી મળેલ કે ઉચ્છદ ગામે રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જેનસંગભાઇ રાજ ના ઓએ પોતાના ઘરે ચોરીમાં ગયેલ સોલાર લાઇટની બેટરી રાખેલ હોવાની બાતમી આધારે શકદારના ઘરે ઝડતી તપાસ કરતાં આરોપી તેના ઘરે હાજર મળી આવેલ અને તેના ઘરમાંથી ચોરીમાં ગયેલ એક બેટરી અર્ધ સળગેલ હાલતમાં તેના ઘરમાંથી મળી આવતાં જે બાબતે આરોપીની ગહન પુછ-પરછ કરતાં તેઓ ગુનાના કામે ચોરી થયેલ બંને બેટરીઓ અલગ-અલગ તારીખે ચોરી કરેલ અને પ્રથમ બેટરી ચોરી કરી પાદરા ખાતે કોઇ રીક્ષા ડ્રાયવરને વેચી દિધેલ હોવાનું તથા બીજી બેટરી ચોરી કરેલ અને ભંગારમાં વેચી દેવાના હેતુથી સળગાવી દિધેલ હોવાનું કબુલાત કરતાં આરોપીને ગુનાના કામે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY