ભરૂચમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રા ધામ કબીરવડ ખાતે ઉતરાણની રજા માણવા આવેલા સહેલાણીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સામે પાર લઈ ગયા હતા. પુનઃ પાછા લાવવામાં પાણી ઓછું હોવાના કારણે સહેલાણી ઓ એક બીજાના હાથ પકડીને નદી પાર કરી હોવાથી લોકોમાં બોટ સંચાલકો વિરુધ્ધ રોષ ફેલાયો છે.
ભરૂચમાં ત્રણ દિવસના મીની વેકેશનમાં અલગ અલગ શહેરોમાંથી ફરવા આવેલા પ્રવાસીઓ સુપ્રસિદ્ધ યાત્રા ધામ કબીરવડ ખાતે પણ ફરવા આવ્યા હતા.150 જેટલા સહેલાણીઓને પાસેથી બોટ સંચાલકોએ ભાડું ઉઘરાવ્યાં બાદ તેમને સામે પાર કબીરવડ મૂકીને અવવામાં આવ્યા હતા.પરંતુ જ્યારે તેમને પાછા આ બાજુ લાવવાના હતા ત્યારે નદીમાં પાણી ઓછું થઈ જવાના કારણે બોટ જઈ શકે તેમ ન હોવાથી પ્રવાસીઓ અટવાયા હતાં. ચારથી પાંચ કલાકની રાહ જોયા બાદ પ્રવાસીઓએ એક બીજાના હાથ પકડીને ઘૂંટણ જેટલા પાણીમાં મગરના ભય વચ્ચે નદીમાં ચાલીને બોટમાં બેઠા હતાં. જેના કારણે સહેલાણીઓમાં ભયનો માહોલ છવાઈ જાવા પામ્યો હતો.સરકાર પાસે નદીમાં પાણી છોડવાની માંગ સાથે બોટ સંચાલકો સામે પણ રોષ ઠાલવ્યો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




