ભરૂચ,તા.૧૭
પોઇચા ખાતે નારણબલી કરવા ગયેલા સુરતના એક જ પરિવારના ત્રણ ભાઈઓ નર્મદા નદીમા સ્નાન દરમિયાન ઉંડા પાણીમાં ડૂબી ગયા હતાં. નર્મદા નદીમાં ડૂબેલા ત્રણે યુવાનોની સ્થાનિક તરવૈયા અને રેસક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
પોઇચા ખાતે નર્મદા નદીના કિનારે બ્રાહ્મણો દ્વારા અનેક વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે સુરત અડાજણના રહેવાશી બે સગાભાઇ સુરેશભાઈ જોષી અને દિપક જોષી તેમના પરિવાર સાથે નર્મદા નદીના પોઈચા કિનારે ત્રિવેણી સંગમ ખાતે નારાયણબલીની વિધિ કરાવવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતાં.
બ્રાહ્મણ દ્વારા નારાયણ બલીની વધી કરાવ્યા બાદ પિંડદાન માટે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે સહ પરિવાર ગયા હતાં. જ્યાં બપોરે ધાર્મિક વિધિ પત્યા બાદ પિંડદાન કર્યુ હતું. આ વિધી બાદ બન્ને ભાઇઓના ૩ છોકરાઓ પરિવાર સાથે નાહવા પડયા હતાં. ત્યારે અચાનક એક છોકરો બચાવો બચાવોની બુમો પડતા ડૂબતો હતો. તેને બચાવવા માટે બીજા પણ છોકરાઓ ગયા હતાં. તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પિતાની આંખોની સામે એક જ પરિવારના ૩ યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા હતાં.
આ બનાવમાં નિમેષભાઈ જોશી ( ઉ.વ.૨૮ ) રહે. અડાજણ, વૈભવ જોશી ( ઉ.વ. ૨૫) બન્ન સગાભાઇ અને પિતરાઇ ભાઇ રવિ જોશી ( ઉ.વ.૨૧) એલપી અવની રાજ કોર્નર ખાતે રહેતા હતાં. અહીં ધાર્મિક વિધિ માટે આખો પરિવાર અહીં આવ્યો હતો અને આ ૩ યુવાનો ઉંડા પાણીમાં ડૂબી લાપતા થતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રાજપીપળા ટાઉન પી આઈ અને તેમની ટિમ ઘટનાની જાણ થતા જ સ્થળે પહોંચી ગઇ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



