ભરૂચ,તા.૧૯
સરકારી કર્મચારીઓ ઉપર લોકોના હુમલાઓ થતા હોવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. આવી જ એક ઘટના ભરૂચમાં પણ બનવા પામી છે. ભરૂચની એસ.ટી. બસમાં બે મુસાફરો અને તેના મળતીયાઓ દ્વારા ટિકિટને લઇને બબાલ કર્યા બાદ કંડક્ટર ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે કંડક્ટરને માથાના બાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લામાં લખાબાવાથી ભરૂચ રુટની એસટી બસ મંગળવારે નિત્યક્રમ પ્રમાણે દોડી રહી હતી. ત્યારે બસમાં બે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે બસમાં ફરજ ઉપર હાજર કંડ્કટરે પોતાની ફરજ મુજબ બે મુસાફરો ટિકિટ અંગે પૂછ્યું હતું. આમ ટિકિટ લેવા બાબતે આ મુસાફરોએ કંડક્ટર સાથે બબાલ કરી હતી.
જાકે, બાબલ વધારે ઉગ્ર બનતા આ બે મુસાફરો અને તેના સાથેના મળતીયાઓએ કંડક્ટરને માર મારીને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. કંડક્ટરને માથાના ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઇજાગ્રસ્ત કંડ્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ કંડક્ટર ઉપરના હુમલાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





