પર્યાવરણ વાદીઓ તરફથી જીપીસીબી જાણ કરતા જીપીસીબી ની ટિમેં નમૂના લઈ કાર્યવાહી કરી

આજ રોજ તારીખ 15.01.2020 ના રોજ ઝગડીઆ જીઆઇડીસી માં આવેલ વરસાદી કાશ માં ઔદ્યોગિક એફલૂએન્ટ વહેતુ નજરે જણાતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને તંત્ર ને ફરિયાદ કરતા જીપીસીબી એ કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ કરનાર ઈરફાનખાન નસીર ખાન પઠાણ ના જણાવ્યા મુજબ” આજ રોજ ઔદ્યોગિક એફલૂએન્ટ વરસાદી કાશ માંથી અમારા ખેતરો તરફ આવતો હોવાની જાણ થતાં અમોએ સ્થળ તપાસ કરતા જાણ થઈ છે કે ઝગડીઆ જીઆઇડીસી માંથી આ એફલૂએન્ટ આવી રહ્યું છે. અમોએ જીપીસીબી , જીઆઇડીસી અને નાયબ કલેક્ટર સાહેબ ને ફરિયાદ કરી છે. હાલ જીપીસીબી ઘટના સ્થળે થી નમૂના લઈ કાર્યવાહી કરી રહી છે. અમારી શંકા મુજબ આ એફલૂએન્ટ હુબર, લેન્સેક્સ કે રેવા પ્રોટીન માંથી આવતું દેખાઈ રહ્યું છે અને અમોએ આ શંકા જીપીસીબી ને જણાવી છે અને તે દિશા માં કાર્યવાહી કરી રહી છે. ચોમાસા ની ઋતુ માં પણ વરસાદી પાણી નો લાભ લઇ અનેક વખત એફલૂએન્ટ અમારા ખેતરો માં આવ્યું હતું. આજે વગર વરસાદે પણ મોટા પ્રમાણ માં એફલૂએન્ટ આવવા થી અમારી જમીનો પ્રદુષિત થઈ છે. તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે.”
ઝગડીઆ જીઆઇડીસી ના ઉદ્યોગ મંડળ ના પ્રતિનિધી ના જણાવ્યા મુજબ ” _લાઈન લીકેજ થઈ છે અને તે બદલવાની કાર્યવાહી હાથ પર લીધી છે_ “.
આ અગાઉ પણ NCT ની લાઈનો માંથી લીકેજ ની ઘટનાઓ બની છે. જેનાથી પર્યાવરણ ને નુકશાન થાય છે.
*સલીમપટેલ*
*પ્રકૃતિ સુરક્ષા મંડળ*
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



