રાજપીપળામાં ટ્રાફિક બ્રિગેડના જવાનને ચાલુ ટ્રકે મારી નાખવાના ઇરાદે ફેંકવાના ગુનામાં બે ઈસમોને 6 માસની કેદ.

0
31

રાજપીપળાનો ટ્રાફિક બ્રિગેડના જવાને રંગ અવધૂત મંદિર પાસે એક ટ્રકના કાગળ માંગ્યા હતા,જે ન આપતા પોતે ટ્રકમાં બેસી ચાલકને પોલીસ મથકે લાવી રહ્યો હતો દરમિયાન ટ્રાફિક જવાનને ચાલુ ટ્રકે નીચે ફેંકી દીધો હતો.

રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વર્ષ 2016માં એક ટ્રાફિક બ્રિગેડનો જવાન દસ્તાવેજ વગરની ટ્રકને લઈને પોલીસ મથકે આવી રહ્યો હતો.દરમિયાન એ ટ્રક ચાલકે મારી નાખવાના ઇરાદે ટ્રાફિક બ્રિગેડના જવાનને ચાલુ ટ્રકે નીચે ફેંકી દીધો હતો.આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં ટ્રક ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.રાજપીપળા સેસન્સ કોર્ટે આ ગુનામાં બન્નેને 6-6 માસની સાદી કેદ અને દંડ ફાટકારતો ચુકાદો આપ્યો છે.

રાજપીપળામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો નિમેષ નરેશ વસાવા ગત 4/6/2016 ના રોજ શહેરના રંગ અવધૂત મંદિર પાસે પોતાની ફરજ બજાવી રહ્યો હતો.દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી GJ 07 UU 882 નંબરની ટ્રકને રોકી નિમેષે કાગળિયાની માંગણી કરી હતી.ટ્રક ચાલકે કાગળિયા પોતાની પાસે ન હોવાનું જણાવતા ટ્રાફિક બ્રિગેડનો જવાન નિમેષ પોતે ટ્રકમાં બેસી ટ્રકને રાજપીપળા પોલીસ મથકે લાવી રહ્યો હતો.ત્યારે ટ્રક ચાલક રમેશ રૂપા સુરેલાએ ટ્રક પુર ઝડપે હંકારી રસ્તામાં ઉભેલા વાહનોને અડફેટે લઈ નિમેષને રાજપીપળા સબજેલ પાસે ટ્રકની કેબિનમાંથી જાનથી મારી નાખવાના ઇરાદે નીચે ફેંકી દીધો હતો.આ મામલે ટ્રક ચાલક રમેશ રૂપા સુરેલા અને ક્લીનર જેસિંગ પોલા સુરેલા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ કેસની સઘન તપાસ જે તે સમયના પીઆઈ એ.વી.કાટકડે પુરા ખંત અને મેહનત પૂર્વક કરી આરોપીઓ સામે પુરાવા એકત્રિત કર્યા હતા.

આ કેસ રાજપીપળાની સેસન્સ કોર્ટમાં ચાલી જતા મહિલા સરકારી વકીલ કૈલાશ માછીની ધારદાર દલીલોને માન્ય રાખી જજ જે.પી.ગઢવીએ ટ્રક ચાલક રમેશને 6 માસની સાદી કેદ,500 રૂપિયા દંડ,મોટર વહીલ એક્ટ હેઠળ 100 રૂપિયા દંડ અને ક્લીનર જેસિંગને પણ 6 માસની સાદી કેદ 500 રૂપિયા દંડ ફાટકારતો ચુકાદો આપ્યો છે.અને જો દંડ ન ભરે તો બન્નેને 7 દિવસની વધુ સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY