ભરૂચની ત્રણ કોલેજો જેપી કોલેજ, કે.જે.પોલીટેકનીક, અને એન્જિનિયરીંગ કોલેજ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ એપ્રેન્ટીસ ભરતી મેળા નું આયોજન કરાયું હતું.

ગુજરાત સરકાર દ્રારા દરેક શહેરો,ગામોમાં બેરોજગાર લોકો માટે રાજ્યમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ એપ્રેન્ટીસ ભરતી મેળાઓ ચાલું કરવામાં આવ્યાં છે જેમાં ધોરણ ૧૦,ધોરણ ૧૨,આઈ.ટી.આઈ, બીએસસી,બી કોમ,ડિપ્લોમા ડીગ્રી,અને બીજા અન્ય ગ્રેજ્યુએટ નોકરી વાંચ્છુક યુવક યુવતીઓ માટે નોકરી મેળાઓ યોજવામાં આવી રહ્યા છે.
આજ રોજ ભરૂચ ખાતે પણ ત્રણ અલગ અલગ કોલેજો પર એપ્રેન્ટીસ ભરતી મેળા યોજાયા હતા જેમાં અંદાજીત ૬૦ જેટલી કંપનીઓએ અંદાજીત ૧૬૦૦ ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતાં .આ ભરતી મેળામાં કુલ ૧૫૦૦ થી વધારે યુવક યુવતીઓએ હજાર રહ્યા હતાં
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




