ભાટીયા,તા.૧૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે રાજકોટ મંડલ સાપ્તાહિક ગાડી સંખ્યા ૧૯૫૬૫/૧૯૫૬૬ ઓખા-દેહરાદુર-ઓખા ઉત્તરાંચલ એકક્ષપ્રેસ ટ્રેનને ભાટીયા રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપી લીલી ઝંડી આપીને વિધીવત રીતે શૂભારંભ જામનગર-દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ પૂનમ માડમ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા સાંસદ પૂનમ માડમે જણાવ્યું કે, રેલ્વે આપણા દેશને જાડતું મુખ્ય માધ્યમ છે. રેલ્વેની સુવિધાઓ જેમ જેમ વધે તેમ સમગ્ર દેશ સાથે આગળ વધવાની તકો પણ આપણી વધતી હોય છે. આપણો જીલ્લો છેવાડાનો વિસ્તારો છે જે સાચા અર્થમાં પગ્રતિને જંખે છે. આ જીલ્લો આગળ વધવા માટે તત્પર છે”.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત દેશ પર કોઇ આંગળી ચિંધિં શકતું નથી તેનું કારણ હોય તો તે આપણા વિરજવાનો છે જે દેશની રક્ષા કરતા હોય છે. હુમલામાં શહિદ થયેલ વિર જનાનોને હ્વદય પૂર્વકના વંદન કરી શ્રધ્ધાંજલી આપી તેમનું આ બલીદાન એળે નહિ જાય. ભાટીયા રેલ્વે સ્ટેશન પર ટૂંક સમયમાં નવું પ્લેટફોર્મ અને બિલ્ડીંગ બનાવવામાં આવશે જેનું ખાતમુર્હત આવનારા દિવસોમાં કરવામાં આવશે.”
આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વે રાજકોટના અધિકારી પી.બી.નિનાવે, રવિન્દ્વ શ્રીવાસ્તવ, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ પીઠાભાઇ વારોતરીયા, ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા/જીલ્લા પંચાયતના સદસ્યો વગેરે ઉપÂસ્થત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


