વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવતા શિક્ષકને લોકોએ ચખાડ્યો મેથીપાક

0
77

ભાવનગર,તા.૧૬
તળાજા પંથકના એક ગામડામાં પ્રા. શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા અને એ જ ગામડામાં રહેતા એક શિક્ષક સગીરા સાથે પકડાઈ જતા તેને મેથીપાક ખાવો પડયો હોવાની વાતે ચકચાર મચાવી છે. આ લંપટ શિક્ષકે માર ખાઈને ગામ છોડવાની નોબત આવી હોવાનું બહાર આવ્યું છે.
તળાજા પંથકમાં શિક્ષક નામને કલંક લગાવતી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. વિદ્યાર્થિનીઓને સંસ્કાર સાથે શિક્ષણ આપવાને બદલે કેટલાક શિક્ષકો કામાંધ બનીને પ્રેમના પાથ ભણાવી પોતાનો મનસૂબો પાર પાડે છે. આવા એકલ દોકલ શિક્ષકોના કારણે અન્ય શિક્ષકો ને પણ સોસાવાનો વખત આવે છે. આવા જ એક બનાવે તળાજા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આજ આ વાત વધુ ફેલાઈ હતી.
જાણવા મળ્યા પ્રમાણે એક ગામડાની શાળામાં એચ.ટાટ પાસ શિક્ષકે ગામડામાં જ ભાડે મકાન લઈ ને રહેવા લાગેલ. જેમાં શિક્ષક તેની જ વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવવા લાગ્યો હતો.
નાદાન વિદ્યાર્થીની સાથે લંપટતા આચરતા ઝડપાઇ જતા શિક્ષકની બરાબર સરભરા કરવામાં આવેલ હતી. આથી માર ખાધેલ શિક્ષકને ગામ મૂકીને તાત્કાલિક ચાલ્યા જવાની નોબત આવી પડી હતી. આ ઘટનાએ શિક્ષણ જગત અને આગેવાનોમાં ભારે ચકચાર જગાવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY