ભાવનગર,તા.૧૯
ભાવનગર શહેરમાં એક રત્નકલાકાર આધેડ દ્વારા સગીર બાળકીને અડપલાં કર્યા હોવાની વીડિયો વાયરલ થયો છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ બાદ આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ કોળી સમાજમાં રોષ ફેલાયો છે. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આરોપી ભાજપના એક મોટા નેતાનો સગો છે.
મળતી માહિતી પ્રમાણે એક આધેડ સગીર બાળકી સાથે અડપલાં કરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આધેડ વ્યક્તિ એક બાળકી સાથે બીભત્સ વર્તન કરી રહ્યો છે. આધેડ બાળકીને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યો છે તેમજ ચુંબન પણ કરી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં આધેડ બાળકી સાથે બીભત્સ ચેસ્ટા કરતો નજરે પડે છે.
વીડિયો વાયરલ થયા બાદ કોળી સમાજમાં રોષ ફેલાયો છે. કોળી સમાજના લોકોએ આ મામલે પોલીસ મથકે રજુઆત કરી હતી અને આરોપીને ઝડપી લેવાની માંગણી કરી છે. આ મામલે ભાવનગરના બોળતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે સામેની બિલ્ડિંગમાંથી લેવામાં આવ્યો છે. આધેડ જ્યારે બાળકી સાથે અડપલાં કરી રહ્યો હતો ત્યારે સામેના બિલ્ડિંગમાંથી દૂરથી કોઈએ તેની વીડિયો ક્લિપ બનાવી લીધી હતી. આ વીડિયો ક્લિપ વાયરલ થતા નરાધમ આધેડની હરકતો લોકોની સામે આવી હતી અને તેની સામે ફરિયાદ નોંધાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



