ભાવનગર,તા.૨૪
ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ગોકુલનગર પ્લોટ નં. ૯માં રહેતા અને વોર્ડ નં. ૭ કુભાંરવાડાના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામભાઇ શિવાભાઇ ચુડાસમા આજે સવારે નારી રોડ રામદેવનગર વિસ્તારમાં પાણીના કનેક્શન બાબતે ચર્ચા કરતા હતા. દરમિયાન આરીફ કડી અને અન્ય બે સહિત ત્રણ શખ્સોએ કોર્પોરેટર ઘનશ્યામભાઇ ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરી એક રિક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ જતા હતા.
ત્યારે ઘનશ્યામભાઇએ રિક્ષામાંથી કૂદકો મારી પોતાનો જીવ બચાવવા નાસી છૂટયા હતા. બાદમાં તેઓ સર ટી. હોસ્પિટલ પહોંચી ગયા હતા, બનાવની જાણ થતા જ ડી ડિવીઝન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતો અને કોર્પોરેટર ઘનશ્યામભાઇની પૂછપરછ કરી ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


