અમદાવાદ,તા.૨૪
ગુજરાતી યુવાનોમાં વિદેશગમનનો મોહ કેમેય કરીને ઓછો નથી થતો યેન કેન પ્રકારે યુવાનો નીતનવા ગતકડાં કરીને વિદેશ પહોંચવાનો પુરતો પ્રયાસ કરે છે. ત્યારે ફરીથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૩ યુવાનો નકલી ડિગ્રીઓ ઉપર વિદેશ જતા ઝડપી પડાયા છે.
અમદાવાદથી વિદેશ જતા ત્રણ યુવાનોને ઈમિગ્રેશન અધિકારીઓએ પકડી પાડયા હતા. તપાસમાં કબુતરબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણેય યુવાનો યુકે જઈ રહ્યા હતા. ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને ઝડપી પાડયા હતા અને પૂછતાછ શરૂ કરી દીધી હતી.
ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે ત્રણેય યુવાનોની તપાસ કરીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, આ તમામ આરોપીઓએ બોગસ ડિગ્રીને આધારે પાસપોર્ટ બનાવ્યા હતા. રૂા. ૫૬૦૦૦ના ખર્ચે નકલી ડિગ્રીઓ બનાવવામાં આવી હતી. આ તમામ ડિગ્રીઓ છત્તીસગઢની યુનિવર્સિટીમાંથી ઈશ્યુ કરાઈ હતી.
નકલી ડિગ્રીને આધારે કબૂતરબાજીમાં નીતિન પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે. આ એજન્ટ દ્વારા કેયુર પટેલ સાથે અન્ય બે યુવાનોને યુકે ઉડાડી મૂકવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ ઈમિગ્રેશન અધિકારીઓએ તેના પ્રયાસ ઉપર પાણી ફેરવી કાઢયુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


