પરિણીતા સાથે દુષ્કર્મ આચરી વીડિયો મહિલાનાં સગા ભાઇને વોટ્સએપ કર્યો

0
10

ભાવનગર,તા.૨૭
ઘોઘા તાલુકાના સારવદર ગામે રહેતા ગોવિંદ મનજીભાઇ ચુડાસમાએ ભાવનગરનાં સીંધુનગરમા રહેતી પરિણિતા સાથે ગત સાતમ-આઠમમાં રોંગ નંબર ફોનથી પરીચય થયેલો. બાદમા તેઓને પ્રેમ સંબંધ બંધાયેલો. મહિલાને બે સંતાનો હોય જેથી ભવિષ્યનો વિચાર કરી પોતાની જીંદગી બરબાદ ન થાય અને લગ્ન જીવન ન ભાંગે તે માટે તેણીએ ગોવિંદને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. પરંતુ ગોવિંદે તેણીને જણાવેલ કે તેની પાસે તેના બીભત્સ ફોટા અને વીડિયો છે અને જો તે તેને છોડી દેશે તો તેને વાઈરલ કરી દઇ સમાજમા બદનામ કરી દેશે. આમ ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તે વીડિયો મહિલાના ભાઈને વોટ્સએપ કર્યો હતો.
આ પહેલા મહીલાને ગોવિંદ તેના મિત્ર અશોક મીસ્ત્રીના ઘરે લઇ ગયેલો અને ત્યાં ધમકી આપી, બલેક મેઇલ કરી તેણીની ઇચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમા ગોવિંદની ધાકધમકીથી કંટાળી ગયેલી મહિલાએ તેના પતિ તથા ઘરનાને વાત કરી હતી અને તેઓએ ગોવીંદ સાથે સમાધાન કરી લખાણ કરવાનુ નક્કી કરેલ પરંતુ તેને માન્ય રખાયુ ન હતુ. અને કોઇ સમાધાન નહીં કરૂ તેમ જણાવી ગોવિંદે મહિલાનાં ભાઇને ધમકી આપી તારી બહેનને ક્યારેય નહી મુકુ તેમ જણાવેલ અને ઉપરથી બહેનના બીભત્સ ફોટા-વીડીયો તેના ભાઇને વોટસએપ કર્યા હતા. ભાઇને ધમકી આપતા જણાવેલ કે મારો ભાઇ સારવદર ગામનો સરપંચ છે અને મારુ કોઇ કશું બગાડી લેશે નહીં હું કોર્ટમાં આગોતરા લઇ લઇશુ. આમ કહી આ શખ્સ તેણીને બ્લેકઇલ કરતો હોય જેથી આ મહીલાએ ગોવિંદ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા બી.ડીવીજન પોલીસે ગુનો નોંધી મહિલાને મેડીકલ ચેકઅપ માટે સર ટી .હોસ્પીટલમા મોકલી આપી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY