અમદાવાદ મનપા દ્વારા બીઆરટીએસ માટે ઇલેક્ટ્રીક બસો ખરીદીનો વિવાદીત નિર્ણય

0
6

ભાવનગર,તા.૩૦
શહેર મનપા દ્વારા બીઆરટીએસ અને એએમસીમાં પ્રયોગશાળા હોય તેવા કામ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે બીઆરટીએસમાં હવે ઇલેક્ટ્રીક બસ દોડાવવા માટે ૫૦ બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમસી અને બસ બનાવનારી કંપની સાથે મળી પ્રજાના રૂપિયે અખતરા કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ એએમસી કોંગ્રેસ પક્ષના નેતાએ કર્યો હતો.
અમદાવાદ મનપાના કાંગ્રેસ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ૫૦ ઇલેક્ટ્રીક બસ ખરીદવાનો નિર્ણય આવકારદાયક છે પણ પહેલા ડિઝલ બસો ખરીદાઈ પછી પ્રદૂષણના નામે સીએનજી બસો ખરીદાઈ ત્યાર બાદ ફરી ડિઝલ બસો ખરીદવામાં આવી અને હવે ફરી પ્રદૂષણ નિયંત્રણના નામે ઇલેક્ટ્રીક બસો ખરીદવાનું નક્કી કરી મનપા ભાજપ અને તંત્ર પ્રયોગશાળા હોય તેવાં કામો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદેશોમાં દિવસ દરમિયાન ચાલે તેવી બેટરી ધરાવતી ઇલેક્ટ્રીક બસો દોડે છે ત્યારે બીઆરટીએસ બોર્ડની બેઠકમાં ૫૦ ઇલેÂક્ટ્રક બસો ખરીદવાનું કામ મુકાયું જેમાં ૩૪ બસ બે કલાકના ફાસ્ટ ચા‹જગવાળી છે અને ૧૬ બસો સ્વીપીંગ ચા‹જગવાળી છે. જે ૩૫ કિ.મી. ચાર્જ થયા બાદ તેને ફરીથી ચા‹જગ કરવું પડે તેવી બસો ખરીદવાની જાગવાઈ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓ કોના લાભાર્થે આવી ખામીવાળી બસો ખરીદવા તૈયાર થયા છે તેવો આક્ષેપ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY