પ્રવાસથી પરત ફરી રહેલી સ્કૂલ બસનું મીની બસ સાથે અકસ્માત, ૩ બાળકો ઘાયલ

0
26

ભાવનગર,તા.૨૯
રાજ્યમાં હાલ રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ક્યારે બીઆરટીએસ તો ક્યારેક સિટી બસ દ્વારા અકસ્માત થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ભાવનગરથી એક રૂંવાટા ઉભા થાય એવા સમાચાર આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરમાં સેન્ટ મેરી સ્કૂલ બસને અકસ્માત નડયો છે. સ્કૂલ પ્રવાસથી પરત ફરતા સમય બસનો અકસ્માત થયો છે. ભાવનગર-અમદાવાદ રોડ ઉપર હેબતપુર પાટિયા પાસે સ્કૂલ બસ પ્રવાસથી પરત ફરી રહી હતી ત્યારે એક મીની બસ સાથે તેનું એક્સિડેન્ટ થયું. આ કસ્માત મોડી રાત્રે થયો.
મળતી માહિતી પ્રમાણે મીની બસ અને સ્કૂલ બસના આ અકસ્માતમાં ૩ બાળકો અને ડ્રાઇવરને ઇજા થઈ છે. સદનસીબે જાનહાનિ થતા અટકી છે. ઇજા થયેલ બાળકો અને ડ્રાઇવરને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરિયન સ્ટડી સેન્ટર શરૂ કરાશે
અમદાવાદ,તા.૨૯
ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટેના ‘ભારત અને કોરિયા વચ્ચેના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં આયોજિત સેમિનારનું ઉદ્ધાટન ગુરુવારે કરાયું હતુ. કાર્યક્રમમાં કુલપતિ ડો. હિમાંશુ પંડયાએ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી અને કોરિયન સ્ટડી સેન્ટર શરૂ કરવા અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ધ કોરિયન એકેડેમી ઓફ કોરિયન સ્ટડીઝના ડિરેક્ટર સહિતના પ્રતિનિધિઓ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
બંને દેશો વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક-આર્થિક બાબતોના આદાન પ્રદાન કરવાના હેતુસર આયોજિત આ આતંરરાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં ભાગ લેવા આવેલા કોરિયામાં ભારતીય એમ્બેસેડર એચ. શિન બોંગકિલે જણાવ્યું હતું કે, આ આતંરરાષ્ટ્રીય સ્તરના સેેમિનારના માધ્યમથી બંને દેશો કેવી રીતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાના સંબંધોથી જોડાયેલા છે તેની જાણ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY