ઉમરાળા તાલુકાના ધોળા જં. ચેમ્બર ઓફ કોમર્સ વાર્ષિક મીટીંગ યોજાઈ

0
6

ધોળા જંકશનના વેપારીઓ દ્વારા શ્રી પેથાભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને (ધોળા જં.)ચેમ્બર ઓફ કોમર્સ ધોળા જંક્શનની આજ રોજ 14/1/2020ના વાર્ષિક મિટિંગ સિંધી સમાજની વાડી ખાતે યોજાયેલ જેમાં પ્રમુખશ્રી રવિભાઈ પંડ્યા દ્વારા સર્વે આમંત્રિત આગેવાનો અને વેપારીઓનુ ફુલહાર અને શબ્દોથી સ્વાગત કરેલ તેમજ ગામનાજ આગેવાન અને ગુજરાત G.I.D.C ના નિયામક   પેથાભાઈ ડી.આહિર, સરપંચ ભરતભાઈ પરમાર, પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભુપતભાઈ રાજાણી,પૂર્વ ખજાનચી કાદરભાઈ નુરાની, પૂર્વ ઉપ સરપંચ શંકરભાઇ વધવા,માજી પ્રિન્સિપાલ હર્ષદભાઈ મહેતા સાહેબ,જગદીશભાઈ હુંબલ, ગોવિંદભાઈ રાઠોડ, ધોળા S.M.C અધ્યક્ષ રઘુભાઈ કુવાડીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સર્વે અગ્રણીઓનુ ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું આ મિટિંગમાં ખજાનચી અશોકભાઈ આહિર દ્વારા વાર્ષિક હિસાબ અહેવાલ રજુ કરવામાં આવેલ હતો બાદમા મહેતા સાહેબ અને પેથાભાઈ આહિર દ્વારા ધોળાનો વેપાર રોજગાર ધંધા કેમ વધે અને ગ્રાહકો ધોળામાં વધારેમાં વધારે ખરીદી માટે આવે સાથે વેપારીઓને ટકોર કરતા જણાવ્યું કે વેપારીઓએ ગ્રાહકો સાથે સંતોષજનક વહેવાર કરવા અને મેઈન બજારમા સાફસફાઈ રાખવી અને C.C.Tv કેમેરા ફિટ કરાવી સેફ્ટી જેવી બાબતોનુ માર્ગદર્શન આપેલ બાદમાં શંકરભાઈ વધવા દ્વારા આભાર વિધિ કરી અને વેપારીઓએ સાથે ભોજન કરી આ મિટિંગનુ સમાપન કરવામાં આવેલ

રિપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY