બોટાદ એલસીબી ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૩૩,૦૫,૦૫૨ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો.

0
248

બોટાદ એલસીબી ટીમે પાળીયાદ રોડથી અણીયાળી ગામ તરફ જવાના કાચા રસ્તેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૩૩,૦૫,૦૫૨ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો.

પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ના શ્રી નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા પ્રોહીબીશનની કામગીરી અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા બોટાદ જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા કડક સુચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ ને ખાનગી રાહે બાતમી મળેલ કે બોટાદ પાળીયાદ રોડ ભુમી વાયર ફેકટરી થી અણીયાળી ગામ તરફ જવાના કાચા રસ્તે પડતર જગ્યામાં અમુક ઇસમો બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી નાના વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ પહોચાડવાના છે .

જેથી એલ.સી.બી.ના એ.એસ.આઇ. ડી.એમ.ત્રીવેદી, હે.કો. જયરાજભાઇ, હે.કો. ભગવાનભાઇ, હે.કો. બળભદ્રસિંહ, હે.કો. પ્રવિણસિંહ, હે.કો. મયુરસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. કનકસિંહ, પો.કો. સુખદેવસિંહ વિગેરે સ્ટાફના માણસોને એલ.સી.બી. કચેરી ખાતે બોલાવી બાતમી વાળી જગ્યાએ પહોચી રેઇડ કરતા ત્યા આઇશર ગાડી તથા ફોર વ્હીલ ગાડીઓ પડેલ જેમાંથી એક ઇસમને આઇસર સાથે પકડી પાડેલ અને એક તુફાન ફોરવ્હીલ તથા એક હ્યુન્ડાઇ વર્ના ફોરવ્હીલ પકડી પાડવામાં આવેલ જેમાથી અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટની દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૨૩૨ જેની કિ.રૂ.૫,૨૩,૨૦૦ તથા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૫૪૩ જેની કિ.રૂ.૧૪,૨૫,૨૦૦ તથા બિયર ટીન નંગ-૨૬૮૮ જેની કિ.રૂ.૧,૪૫,૧૫૨ મળી કુલ કિ.રૂ.૨૦,૯૩,૫૫૨ તથા વાહનો આઇશર ગાડી જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા તુફાન ગાડી જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦ તથા હ્યુન્ડાઇ વર્ના જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૫ જેની કિ.રૂ.૧૧,૫૦૦ તથા સીમકાર્ડ નંગ-૩ મળી કુલ કિ.રૂ.૩૩,૦૫,૦૫૨ ના મુદ્દામાલ સાથે મંગલગીરી હરીગીરી ગોસ્વામી રહે.મોહનપાર્ક-૨ પાછળ, જેતપુર રોડ ગોંડલ જી.રાજકોટ વાળાને પકડી પાડી આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ બોટાદ એલસીબી-પીઆઈ ગોસ્વામી સાહેબ કરી રહ્યા છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY