આરોપીને પકડવા ગયેલ પોલીસકર્મીઓ પર પરિવારજનોનો હુમલો

0
25

ભાવનગર,તા.૧૯
ભાવનગર ખાતે આરોપીને પકડવા ગયેલ પરિવારજનોએ હુમલો કરતા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે આરોપી હરદેવસિંહ ગોહિલ સિવાયના ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડ કરી તમામ સામે ફરજ રૂકાવટ અને સામુહિક હુમલા સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજાના રાળગોન ગામનો રાજદિપસિંહ સહદેવસિંહ ગોહિલ નામના આરોપી એક વર્ષથી ૫૦૬/૨ના ગુન્હામાં નાસતો ફરતો હોય તેની ધરપકડ કરવા માટે ભાવનગર એલસીબી ટીમ ગઇ તે વખતે આરોપી, તેનો ભાઇ ઉપેન્દ્રસિંહ તથા માતા, પિતા હરદેવસિંહ, બહેન સહિતના પરિવારજનોએ પોલીસ ટુકડી પર છુટ્ટા પથ્થરના ઘા મારી હુમલો કરતા જીવણભાઇ રામભાઇ ભમ્મર, તરુણભાઇ કુબેરભાઇ નાંદવા, હારીતસિંહ કીરીટસિંહ, નરેશભાઇ વેલજીભાઇ, જયદીપસિંહ પ્રવીણસિંહ, મહેશભાઇ ગણેશભાઇ પંડયા અને મહિપાલસિંહ પથુભા ગોહિલને ઇજા થતા તળાજા સરકારી હોસ્પિટલમા સારવાર લીધા બાદ ભાવનગર રીફર કરાયા હતા. આ મામલે પોલીસે આરોપી હરદેવસિંહ ગોહિલ સિવાયના ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડ કરી તમામ સામે ફરજ રૂકાવટ અને સામુહિક હુમલા સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY