ગામોની જમીન સાંથણી કરવાના હેતુસર તા. ૨૦ ના રોજ પાલીતાણા તથા તા. ૨૧ ના રોજ ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે લેન્ડ કચેરી યોજાશે .

0
51

પાલીતાણા તાલુકાના સમઢીયાળા (મુ.), દુધાળા તથા ગારીયાધાર તાલુકાના પાલડી, રૂપાવટી ગામની કુલ હે. ૪૯-૩૧-૬૨ ચો. મી. જમીનની સાંથણી કરવાના હેતુસર સરકારશ્રીના નિયમ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરી અને અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં અરજદારોએ અરજીઓ કરી હતી.

આ ગામોની જમીનની સાંથણી કરવા માટે તા. ૨૦/૦૯ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે મામલતદાર કચેરી ગારીયાધાર ખાતે પાલડી, રૂપાવટી ગામની જમીનની સાંથણી કરવા માટે લેન્ડ કચેરી યોજાશે તેમજ તા. ૨૧/૦૯ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે  સમઢીયાળા (મુ.),  દુધાળા ગામની જમીન સાંથણી કરવા માટે લેન્ડ કચેરી યોજાશે જેમાં અરજી કરનારા અરજદારોએ હાજર રહેવા પ્રાંત અધિકારીશ્રી પાલીતાણા દ્વારા અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY