19 સપ્ટે.થી 31 ડિસેમ્બર ખેલ મહાકુંભ યોજાશે : શાળાકક્ષાએ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
રાજપીલા : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ – 2018ની જાહેરાત કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શાળાથી લઇને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે. ખેલમહાકુંભમાં ગ્રામ્ય અને શહેરોના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરોને રમતોમાં ભાગ લેવાની તક અપાય છે. જેમાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લાના સ્પર્ધકોએ સારો ઉત્સાહ બતાવ્યો છે આ વર્ષે નર્મદા જિલ્લાં 61હજાર જેટલા રમતવીરોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા રમત ગમત વિભાગ અધિકારી મહેશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા શાળાઓનો નિયમિત સંપર્કઃ કરી વધુ માં વધુ બાળકો લાભ લે એ દિશામાં પ્રયત્ન કર્યો છે ત્યારે આજે 61 લોકો રજીસ્ટારેશન કરી શક્યા છે, આવતી કાલ 19 સ્પટેમ્બર થી શાળા કક્ષાએ શરૂ થશે અંડર 9 અને અંડર 11 વર્ષના ખેલાડીઓ ની વિવિધ સ્પર્ધાઓ શરૂ થશે જે 21 સપ્ટેમ્બર સુધી ચાલશે, બાદમાં 22 સપ્ટેમ્બર થી 31 સપ્ટેમ્બર સુધી તાલુકા અને જિલ્લા કક્ષાની રમતો તાલુકા લેવલે રમાશે અને જિલ્લામાં રાજપીપળામાં માય સેનન સ્કૂલ, નવદુર્ગા હાઈસ્કૂલ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજમાં યોજાશે, કોઈ પણ સમસ્યા હોય તારીખ સમય સ્થળ જાણવા રમત ગમત અધિકારીની કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા રમત ગમત અધિકારી મહેશ ચૌધરી એ જણાવ્યું હતું.
ઓકટોબરમાં સ્પે.ખેલ મહાકુંભ યોજાશે .
આગામી ઓક્ટોબર મહિનામાં સ્પે. ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાશે જેમાં દિવ્યાંગોનો ખેલ મહાકુંભ યોજાશે જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત MR અને શારીરિક ક્ષતિગ્રસ્ત OR ની વિવિધ સ્પર્ધાઓ યોજાશે જે રાજપીપલા ખાતે યોજવામાં આવશે જેનું સમગ્ર સંચાલન પણ જિલ્લા રમત ગમત આધિકારીની કચેરી કરશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



