શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણમેળો યોજાયો

0
310

૧૫ લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સાધન, કીટ સહાય વિતરણ કરાઈ કુલ ૫૨૭૪ લાભાર્થીઓને  રૂપિયા ૨૩.૫૭ કરોડની સાધન, કીટ સહાય વિતરણ કરાઈ રહી છે.

આજે સવારે ૧૦/૦૦ કલાક થી ૧૩/૦૦ કલાક સુધી ભાવનગરના મોતીબાગ પાસે અટલ ઓડિટોરીયમ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણમેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સાધન, કીટ સહાય વિતરણ કરાઈ હતી કુલ ૫૨૭૪ લાભાર્થીઓને રૂપિયા ૨૩.૫૭ કરોડની સાધન, કીટ સહાય વિતરણ કરાઈ રહી છે

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં આજે યોજાયેલાં ૩૯ ગરીબ કલ્યાણમેળા પૈકી ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો આજે અહીં યોજાઈ રહ્યો છે આ મેળા થકી કુલ ૫૨૭૪ લાભાર્થીઓને કુલ રૂપિયા ૨૩.૫૭ કરોડની સાધન સહાય,કીટ વિતરણ કરવામાં આવી રહ્યુ છે આ સાધન સહાય કીટ વિતરણમાં વિવિધ સરકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેવી કે વયવંદના, નિરાધાર,વ્રુદ્ધ,અપંગ, નિરાધાર વિધવા, રાષ્ટ્રીય કુટુંબ સહાય, માનવ કલ્યાણ,માનવ ગરીમા, ઝૂંપડા વિજળીકરણ, કુંવરબાઈનું મામેરૂ, સરસ્વતી સાધના યોજના.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યના દોઢ કરોડ લાભાર્થીઓને ૨૪ હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયરશ્રી મનહરભાઈ મોરી,  મ્યુ.કમિશનર એમ. એ. ગાંધી, પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ મેયરશ્રી અશોક બારૈયા, નાયબ મ્યુ. કમિશનરશ્રી એન. ડી. ગોવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ ગોહિલ, શહેર મહિલા મોર્ચાના મહામંત્રી શ્રીમતી મથુરાબેન નગીનભાઈ પ્રજાપતિ(વાઢૈયા), વિવિધ સમિતિઓના ચેરમેનો,શાસકપક્ષના નેતાશ્રી પરેશ પંડ્યા,સીટી ઈજનેરશ્રી ચંદારાણા, મ. ન. પા. ના અધિકારીઓ, લાભાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  નરેશ મહેતાએ કર્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY