ભાવનગર,તા.૨૨
વલભીપુરના મોણપર ગામે વાડી વિસ્તારમાં પતિ-પત્નીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. વાડી વિસ્તારમાં કામ કરતા દેવીપૂજક જારુભાઈ ચુડાસમા અને તેની પત્ની વર્ષાબેનની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વલભીપુર પીએસઆઈ રિઝવી અને પોલીસનો કાફલો સ્થળ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બન્નેની હત્યા ઉંઘમાં જ કરાઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષાબેનનું મોઢુ છુંદી નાખવામાં આવ્યું છે અને જારૂભાઇને ઢસડી ઢસડીને માર મારવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. વર્ષાબેનની હત્યા ખાટલા પર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




