ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરને સ્વરછ બનાવવા પાછળ દર મહિને લાખ્ખો રુપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં મનપા દ્વારા થોડા સમય પૂર્વે જ લાખ્ખો રુપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં બે ડસ્ટબીનો મુકવામાં આવ્યા હતા સુકો કચરો તેમજ ભીના કચરા માટે બે ડસ્ટબીનો મૂકવામાં આવ્યા હતા જે ડસ્ટબીનો અત્યારે તુટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે તેમજ આ ડસ્ટબીનો નાના હોવાથી તરતજ ભરાઈ જાયછે ડસ્ટબીન ભરાઈ જતા આસપાસ કચરો તેમજ ગંદકી જોવા મળી રહી છે તંત્ર દ્વારા કરવામાં આવેલ લાખ્ખો રુપિયાના ખર્ચા બાદ પણ શહેરને સ્વરછ બનાવવામાં મનપા નું તંત્ર નિષ્ફળ નીવડયુ છે તેવી વાતોનો વંટોળ લોકોમાં વહેતો થયો છે
(તસ્વીર તોફીક આરબ ભાવનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



