અમદાવાદ,તા.૫
સમગ્ર દેશમાં ૧૫૦મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, ૨૦૧૯માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે. આ કાર્યક્રમની પૂર્વભૂમિકા જાહેર કરવા યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે. એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડામાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે ૮૦ લોકો જાડાયા હતા અને મેં ૨૦૦૫માં દાંડીયાત્રાના ૭૫માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે. .
‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં ૨૨ પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



