સમીક્ષા બેઠક અંતર્ગત આવેલા વાઘાણી ખોડલધામના દર્શને

0
20

રાજકોટ,તા.૫
લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક અંતર્ગત શહેરમાં આવેલા જીતુ વઘાણી સહિતના ભાજપ અગ્રણીઓએ લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતિક ગણાતા ખોડલધામના દર્શન કર્યા હતા. આ તકે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. ચૂંટણીની બેઠક માટે આવેલા નેતાઓ દ્વારા લેવાયેલી ખોડલધામની મુલાકાતને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
જેતપુર વિરપુરના કાગવડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખોડલધામમાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ હોદેદારોએ દર્શનનો લાભ લીધો હતો. ખોડલધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા સહિતના નેતાઓએ દર્શનનો લાભ લીધો હતો. આ તકે ખુદ નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેશ પટેલે ૪ વર્ષમાં ખોડલધામનું નિર્માણ કરી આધ્યાત્મિકતા અને ધાર્મિકતા સાથે સર્વાગી સમાજને જાડવાનું કાર્ય કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY