મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારઃ મુખ્યમંત્રી પર સસ્પેન્સ યથાવત્

0
8

કોંગ્રેસે ૧૨૧ ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલને સોંપ્યો
માયાવતી-સપાએ સમર્થન આપતાં કોંગ્રેસ માટે સરકાર બનાવવાનો રસ્તો આસાન બન્યો,મુખ્યમંત્રીની રેસમાં કમલનાથ સૌથી આગળ,જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રેસમાં
ભોપાલ,તા.૧૨
મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કોંગ્રેસને રાજ્યમાં સરકાર રચવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે. અગાઉ રાજ્યમાં ૧૧૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસે રાજ્યપાલ પાસે સરકાર રચવા માટે મુલાકાતનો સમય માંગ્યો હતો. જે અનુસાર બપોરે ૧૨ વાગ્યે કોંગ્રેસ નેતાઓ કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યાં હતાં. કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલને મળીને ૧૨૧ ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલનાથનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.
મંગળવારે આવેલા મધ્ય પ્રદેશની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને સૌથી વધારે ૧૧૪ બેઠક મળી છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં ૨૩૦ બેઠક છે. આથી બહુમતિ માટે ૧૧૬ બેઠક જરૂરી છે. કોંગ્રેસને બહુમતિ કરતા બે બેઠક ઓછી મળી છે. જાકે, બસપા અને સપાને સમર્થન જાહેર કરીને કોંગ્રેસની ચિંતા ઓછી કરી નાખી છે.
ભોપાલમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ચહેરા મુદ્દે રાજનીતિ ગરમાઇ રહી છે. કમલનાથ અને જ્યોતિરાદિત્યનાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અગાઉ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ કમલનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે કે દિગ્વિજય કમલનાથનાં નામે એક પ્રકારે સમર્થન આપ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY