ભુજ,તા.૪
આદિપુર ગોપાલ સ્ટેડિયમ પાસે આવેલા નાલામાં પડી જતા આધેડનું મૃત્યુ નીપજયું હતું આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આદિપુરના બાજીગર સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ ગોવિંદભાઈ બાજીગર ઉંમર વર્ષ ૫૪ ગોપાલ સ્ટેડિયમની બાજુમાં આવેલ વરસાદી પાણીનાં ખાડામાં પડી જતા ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદિપુરમાં ગોપાલ સ્ટેડિયમ પાસે આવેલા આ વરસાદી નાલામાં ગટરનું દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી ભરાયેલું રહે લોકોના આરોગ્ય માટે તો ખતરો છે જ પરંતુ હવે આપ જેમાં લોકોના મોત થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા તાકિદે નિકાલ કરાય તે જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


