સુરત,તા.૧૧
સુરત શહેર પોલીસે ક્રાઇમ બ્રાંચમાં મહિલા પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂક કરીને ઇતિહાસ રચી દીધો છે. સુરત શહેર પોલીસનાં ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીઆઈની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી મૂજબ અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.કે.ચૌહાણની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે તેમના સાથે પીઆઈ એ.એસ.પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચમાં મહિલા પીઆઈની નિમણૂક થતા મહિલાઓ સંબંધિત કેસોનો ઉકેલ લાવવામાં સફળતા મળશે. કેટલાક કેસોમાં મહિલાની સંડોવણી હોય ત્યારે મહિલા અધિકારીની હાજરી જરૂરી થઈ પડે છે. આ વિશે પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું કે, “સુરતમાં પહેલીવાર ક્રાઇમ બ્રાંચમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પહેલા અડાજણ પોલીસમાં ફરજ બજાવતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


