નાંદોદના કરાંઠા ગામની તરૂણીનો ઝેરી દવા પી આપઘાત : ઘરના એ ઠપકો આપતા તરુણીએ પગલું ભર્યું.

0
180

રાજપીપલા :

પોલીસે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કરાંઠા ગામે રહેતી દક્ષા પ્રભાત  વસાવા 17 વર્ષીય તરુણી ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને જેની આગામી 13 તારીખથી પરીક્ષા ચાલુ થવાની હતી જે પરીક્ષાની રાશિદ લેવા ગઈ અને આ રસીદ લઇ ઘરે આવી જોકે શાળાએથી ઘરે જવામાં થોડો સમય લાગ્યો વાહન મળ્યું નહિ હોય પરંતુ ઘરે માતા-પિતા એ ઠપકો આપ્યો કે કેમ મોળું થયું. આટલી નાનકડી વાતને તરૂણીએ મન પર લઇ લીધી અને એકલતાનો લાભ લઇ ઘરમાં પડેલી ઝેરી દવા પી જતા ઘરમાં બેભાન હાલતમાં મળી રાજપીપલા સિવિલમાં સારવાર માટે લઇ જવાઈ જ્યાંથી વડોદરા ખાતે વધુ સારવાર માટે લઇ  જવામાં આવી જોકે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY