રાપર તાલુકા નાં ફતેગઢ ગામે દક્ષિણ દિશા માં આવેલ કન્યા શાળા માં અસામાજિક તત્વો અવાર નવાર વિદ્યાર્થીનીઓ માટે રમત ગમત નાં સાધનો જેવા કે હીંચકા,લપસણી,ચકરડી જેવા સાધનો અને લાઈટ નાં વાયર પાણી ની ટાંકી ઓ પાણી ની મોટરો વગેરે માં અવાર નવાર તોડફોડ કરાઈ રાહીછે શાળા નો સમય પૂરો થાય પછી મૂત્ર વિસર્જન અને બીજા ખરાબ કામો પણ અવાર નવાર થતા હોવાના બનાવ પણ બની રહયાં છે જે સમાજ માટે લાલ બતી સમાન છે જેનાં માટે શાળા તરફ થી બે દીવસ પૂર્વે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં હતાં પરંતુ અસામાજિક અને લુખા તત્વો તે કેમેરાઓ પણ તોડી ને લઈ ગયા હોવાની ઘટનવ બનવા પામી છે જેની જાણવા જોગ અરજી કરવા માં આવી હતી અને સમશ્યાનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી રજુઆત શાળા નાં આચાર્ય અને એસ.એમ.સી સભ્યો એ રાપર પોલીસ મથકે કરી હતી ત્યારે આવા અસામાજીક તત્વોની સામે પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આવનારા દિવસોમાં આ આવારા તત્વો શાળામાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓ સાથે કોઈ તુચ્છ વર્તન કરાશેતો તેનો જવાબદાર કોણ..? તેવી શંકા વાલીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે

બિમલ માંકડ 78746 35092 -રઘુવીરસિંહ જાડેજા ( રાપર )
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






