ભુજની ખારીનદીના કાંઠા ઉપર બિલ્ડરનું દબાણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં !!

0
303

ભુજના તળાવો,પાણીના વહેણ ઉપર ભૂમાફિયાઓ તથા બિલ્ડરોએ મોટા પાયે દબાણો કરીને બાંધકામો ઉભા કરી દીધા છે.

જેને તંત્ર લાંબા ગાળા સુધીનો સમય વીતી ગયો હોવા છતા પણ દબાણો દૂર કરાવી શક્યા નથી. ત્યારે ભુજ શહેરની ખારીનદી ઉપર જાણીતા બિલ્ડર પોતાના બંગ્લાની સ્કીમ અંતર્ગત ભેલાણ કરીને બાંધકામ કરતા આ મુદ્દે કલેકટરને અરજદાર દ્વારા ફરિયાદ કરાઇ હતી. જો કે હમેશની જેમ નોટિસના બહાનો આપીને આજદિવસ સુધી કલેક્ટરે કોઈપણ કામગીરી ન કરતા બેફામ બનેલા ભૂમાફિયાઓ અને બિલ્ડરો બાંધકામ ચાલુ જ રાખ્યું છે. જેને લઇને કોર્ટમાં જવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે કચ્છના જાણીતા આર.ટી.આઈ. એક્ટિવિટીસ હુસેન થેબાએ જણાવ્યું હતું કે એરપોર્ટ રોડ ઉપર આવેલા સેવન સ્કાય સ્કાય થિયેટરની પાછળની ભાગમાં શહેરના જાણીતા બિલ્ડર દ્વારા બંગલાની સ્કીમ અંતર્ગત ઉભા કરવામાં આવી રહ્યા છે.

પરંતુ આ સ્કીમમાં બિલ્ડરે પોતાના માલિકની જમીન ઉપરાંત આજુ બાજુમાંથી પસાર થતી ખારીનદીના કાંઠાને પણ છોડ્યો નથી. ટાઉનશીપમાં નફો કમાવવાના નિયમોને આગા મૂકીને આજુબાજુની જમીને પણ પોતાની ટાઉનશીપમાં સામેલ કરી દીધી છે. દબાણકારો ખુલ્લેઆમ કાંઠાની આજુબાજુમાં દિવાલ અને પાકારૂમ બાંધી દેવામાં આવ્યો છે. આજની તારીખમાં પણ આ બાંધકામ ફુલજોશમાં ચાલી રહ્યું છે. ફરિયાદ બાદ નાયબ કલેકટરને તપાસના આદેશ આપ્યા હતા, તેનો રિપોર્ટ કલેકટરને સુપરત કર્યા બાદ બિલ્ડરને ૭ દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. જોકે આ નોટિસને બે સપ્તાહ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં પણ દબાણ દુર કરવા તંત્ર કવાયત કરતું નથી.

જે દેખાઈ રહ્યું છે કે ખુદ અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. આ મુદ્દે વધુ એક વખત કલેક્ટરને સપ્તાહ પહેલા તાકીદ કરતી રજૂઆત કરાઈ હતી. જેમાં શહેરના પાણીના સ્ત્રોત પરના દબાણોને દુર કરવાની તંત્રની ફરજ હોવા છતાં પણ કોઈ કામગીરી કરતા નથી. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હોવા છતાં પણ વહીવટતંત્રના જવાબદારો સક્રિયતા ન દાખવતા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આમ છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી.

ગૌતમ બુચીયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY