એનટીપીસી કચ્છમાં ૫ હજાર મેગાવોટનો સોલારપાર્ક સ્થાપશે

0
8

ભુજ,તા.૨૧
એક બાજુ કોલસા આધારીત પાવર પ્લાન્ટના કારણે કચ્છનું વાતાવરણ દુષિત બની રહ્યુ છે. તેની બીજીબાજુ પવન અને સૌર ઊર્જામાં પણ કચ્છ આગળ વધી રહ્યુ છે. અનેક કંપનીઓ હાલ કચ્છમાં પવન ઊર્જા મેળવવા પવનચક્કીઓ નાંખી રહી છે. તેવામાં ભારત સરકારની સૈથી મોટી પવાર સપ્લાયર કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)એ કચ્છ અને રાજસ્થાનમાં અધધ ૫ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
કચ્છમાં આ પહેલા પણ અનેક કંપનીઓ થર્મલ, સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહી છે. તેવામાં વધુ એક કંપની કચ્છમાં આવી રહી છે. આ અંગે એનટીપીસીએ જાહેરાત કરી છે. કચ્છમાં અધધ કહી શકાય તેમ પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાની યોજના છે. કંપનીના ચેરમેને એક નિવેદનમાં આ વાત જણાવી છે કે, પ્રથમ અલ્ટ્રા મેગા સોલાર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ રાજસ્થાનમાં પણ આ પ્રકારનું આયોજન છે. કચ્છમાં તો કંપનીએ જગ્યા પણ પસંદ કરી લીધી છે.
હવે જમીનું સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે. સોલાર પાર્કના પ્રથમ ફેઝ માટે માર્ચ ૨૦૨૦ પહેલા ટેન્ડરો મંગાવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. નોંધનીય છે કે કચ્છ વીજળી ઉત્પન્ન કરવા મામલે અગ્રણી બની રહ્યુ છે. અહીં અનેક પાવર પ્લાન્ટ આવેલા છે. તેવામાં વધુએક સોલાર પાર્ક આવવાના કારણે રાજ્ય અને દેશમાં પણ એનર્જી સપ્લાય કરવામાં કચ્છ મોખરે બને તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY