અંકલેશ્વર પાલિકાના શાસકોએ નવી નગરી રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું

0
4

આદિવાસી નેતાઓના રોજ થતા રસ્તાના કામનું આખરે મુહૂર્ત નીકળ્યું
અંકલેશ્વર, તા.૧૭
આખરે વર્ષો બાદ અંકલેશ્વર પાલિકાના શાસકોને નવી નગરીના બિસ્માર રોડ દેખાયો છે. ગુરૂવારના રોજ આ રોડ નવો બનાવવાના કામ અંગે ખાતમુર્હૂત વિધિ યોજાઈ હતી.
અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપની સામેથી થઈને નવી નગરીના મુખ્ય માર્ગને જાડતો રસ્તો છેલ્લા ઘણાં વર્ષોથી બિસ્માર હાલતમાં હતો. આ અંગે સ્થાનિક રહીશોથી લઈ સત્તાધીશ ભાજપાના જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તાઓએ વારંવાર રજૂઆત કરી હતી. જાકે, શાસકો આ તરફ સદાયે ઉપેક્ષિત વલણ જ દાખવ્યું હતું. શાસકોના આપખુદ અને મનસ્વી વર્તનના પગલે ભાજપા આદિવાસી મોરચાના કેટલાય હોદ્દેદારોએ રાજીનામાં પણ ધરી દીધા હતા. જ્યારે કે વોર્ડના ભાજપાના પૂર્વ પાલિકા સભ્ય અને આદિવાસી મોરચાના આગેવાન નવીન વસાવાએ પણ રાજીનામું ધરી દીધું હતું. જાકે પાછળથી તેમને મનાવી લેવાયા હતા. હવે શાસકોએ આ માર્ગને રૂ.૨૫ લાખના ખર્ચે આરસીસીનો બનાવવાના કામને મંજૂરી આપ્યા બાદ ગુરૂવારના રોજ આ રોડની ખાતમુહૂર્તવિધિ યોજાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY