ભરૂચના બિગ બજારના કર્મચારી પર ચોરીની અને વિશ્વાસ ઘાત અંગેની ફરિયાદ નોંધાઈ.

0
46

ભરૂચ શહેરના મધ્યમાં આવેલ બિગ બજાર મોલમાં તેનાજ સ્ટોર મેનજર અને સ્ટોર મેન સહિત સિક્યુરિટી દ્રારા ૫૪.૮૨ લાખની જીવન જરૂઆતની ચીજ વસ્તુઓ સગેવગે કરી બારોબાર વેચી દેતાં બિગ બજારના મેનેજર દ્રારા ફરિયાદ દાખલ કરાઈ હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરની મધ્યમાં આવેલી બિગ બજાર મોલમાં ભાવીન મુકુલ ઠાકોર કેટલાય વર્ષોથી ફૂડ વિભાગમાં મેનેજર છે જ્યારે પ્રતીક કાયસ્થ વેર હાઉસ
મેનેજર તરીકે ફરજ બજાવે છે.બંનેવએ સાથે મળીને સિક્યુરિટી મેનેજર સાથે મેળાપી પણામાં છેલ્લાં સાત મહિના થી વેચાણ અર્થે આવતો જીવન જરૂઆતનો સમાન વેર હાઉસમાં મુકવામાં આવતો હતો ત્યારે ફૂડ વિભાગ મેનેજર ભાવીન ઠાકોર અને વેર હાઉસ મેનેજર પ્રતીક કાયસ્થ અને સિક્યુરિટી મેનેજર દ્રારા સામાન બહાર વેચાણ અર્થે સગે વગે કરી દેવાની જાણ બિગ બજારના અધિકારી મેહુલ જાનીને થતાં તેના દ્રારા ચેક કરાવતા તેવોના પણ હોશ ઉડી ગયા હતાં.ત્રનેવ દ્રારા કુલ ૫૪.૮૨ લાખના સમાનની ચોરી કરી કંપની સાથે વિશ્વાસ ઘાત થયાની મેહુલ જાની દ્રારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચોરી કરનાર ત્રનેવને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

બનાવ ની જાણ થતાજ હેડ ઓફીસ થી પણ અધિકારીઓએ ભરૂચ ખાતે આવી પહોંચી વધુ બનાવ અંગે વધુ તપાસ કરી રહયા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY