મુંબઈ,તા.૧૩
નાના પાટેકર અને તનુશ્રી વિવાદ બાદ બોલીવુડમાં #MeToo મૂવમેન્ટે જાર પકડ્યું છે. #MeTooનાં વાવાઝોડામાં નામી હસ્તિઓ સપડાઈ છે, જેમાં આલોક નાથ, રજત કપૂર, સાજિદ ખાન, કરીમ નોરાની, અનુ મલિક, વિકાસ બહલ, કૈલાશ ખેર જેવા મોટા નામો સામેલ છે. હવે આ હિન્દી સિનેમાનાં મહાનાયક અમિતાભ બચ્ચનને એક મહિલાએ લપેટામાં લીધા છે. સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે સપના ભવનાની ‘બિગ બાસ’નાં ઘરમાં પણ રહી ચુકી છે. ‘બિગ બાસ-૬’માં સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ કંટેસ્ટંટ તરીકે જાવા મળી હતી. એક યૂઝરે અમિતાભ બચ્ચનની એ પોસ્ટ પોતાના ટ્વિટર પર શેર કરી હતી જેમાં ‘બિગ બી’ મૂવમેન્ટ પર પોતાનો એક બ્લોગ શેર કર્યો હતો. આ બ્લોગમાં અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂવાં કેટલાક પોઇન્ટ શેર કર્યા હતા જેમાં #MeToo મૂવમેન્ટ અને મહિલાઓની સુરક્ષા પર અમિતાભ બચ્ચને ઘણું બધુ કહ્યું હતુ.
આવામાં હેયર સ્ટાઇલિસ્ટ સપનાએ આ ટ્વિટ પોસ્ટ પર પોતાની કોમેન્ટ શેર કરી છે. ભવનાનીએ પોસ્ટમાં લખ્યું કે, ‘આ એક સૌથી મોટુ જૂઠ છે. સર, તમારી ફિલ્મ પિંક આવી અને ગઈ, અને હવે તમારી ઇમેજ એક્ટિવિસ્ટવાળી જલ્દી સામે આવશે. તમારુ સત્ય લોકો સામે જલ્દી આવશે. આશા છે કે તમે તમારો હાથ કાપી રહ્યા હશો કારણ કે નખ કાપવા પર્યાપ્ત નહીં હોય.’
પોતાની એક ટ્વિટમાં સપના લખે છે, ‘મે પર્સનલી અમિતાભ બચ્ચન વિશે સેક્શુઅલ મિસકંડક્ટને લઇને ઘણી વાતો સાંભળી છે. મને આશા છે કે તે મહિલાઓ હવે બહાર આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




