ન્યુ દિલ્હી,તા.૧૩
મુંબઈની વિશેષ એનઆઈએ અદાલતે ભાગેડું ઈસ્લામી પ્રચારક ડો.જાકિર નાઈકની ચાર સંપિત્તઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. પાછલા વર્ષે જૂનમાં ઈસ્લામિક પ્રચારકને ભાગેડું જાહેર કરાયા બાદથી જ તપાસ એજન્સીએ મુંબઈના મઝગાંવમાં આવેલી તેની ચાર અચલ સંપિત્તઓ જપ્ત કરવાની પરવાનગી કોર્ટ પાસે માગી હતી. આ સંપિત્તઓમાં જાસ્મીન એપાર્ટમેન્ટના બે ફ્લેટ, મારિયા હાઈટસ બિલ્ડિંગમાં રહેલો એક ફ્લેટ અને ક્રિસ્ટલ એપાર્ટમેન્ટની એક દુકાન સમાવિષ્ટ છે.
સંપિત્ત જપ્ત કરવાની ભલામણ કરતાં એનઆઈએના વકીલ આનંદ સુખદેવે અદાલતને જણાવ્યું હતું કે નાઈક પર ગેરકાનૂની ગતિવિધિ કાયદા હેઠળ કેસ નોંધાયા છતાં વિવિધ સ્ત્રોતોથી થનારી તેની આવક બંધ થઈ ગઈ છે. વિદેશમાં પોતાનો ખર્ચ ચલાવવા માટે તે આ સંપિત્તઓને વેચવા માગે છે એટલા માટે આ સંપિત્તઓને જપ્ત કરવાની અનુમતિ અપાવી જાઈએ.
ડો.નાઈકના વકીલ અમીન સોલકરે સરકાર પક્ષના વકીલની દલીલોનો વિરોધ કર્યો હતો પરંતુ અદાલતે તેના વિરોધને ધ્યાન પર ન લેતાં કહ્યું કે એક એવો આરોપી જેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ નીકળ્યું હોય અને જેને ભાગેડું જાહેર કરાયો હોય તેને માત્ર વકીલ દ્વારા સાંભળવાનો અધિકાર આપી ન શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



