બિહારમાં રેલ્વે સ્ટેશન પર ટ્રેનની અડફેટે પાંચ યાત્રીઓના મોત

0
6

ભભુઆ,તા.૧૩
બિહારના ભભુઆ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે પાંચ યાત્રીઓના મોત થયા. તો અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વારાણસી-રાંચી ઈન્ટરસિટી એક્સપ્રેસ ભભુઆ રેલવે સ્ટેશન પર પહોંચી હતી.
પરંતુ દુર્ગાપૂજા હોવાના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી. જેના પગલે યાત્રીઓ ટ્રેનની બીજી તરફથી ઉતરી રહ્યા હતા. આ દરમિયાન બાજુના ટ્રેક પર હાવડાથી લાલકુઆ જનારી લાલકુઆ એક્સપ્રેસ આવી રહી હતી.
જેની લપેટમાં યાત્રીઓ આવી જતા પાંચ લોકોનાં મોત થયા છે. આ ટ્રેનનું સ્ટોપેજ ભભુઆ રેલવે સ્ટેશન પર છે નહીં. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક પુરૂષનો સમાવેશ છે. મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગેની જાણકારી મળતા જ મોહનિયા ડ્ઢજીઁ સહિતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ટ્રેનની ઝપટથી મરનારમાં ૪ સ્ત્રી અને એક પુરુષ હોવાનું ખુલવા પામ્યું છે. જેમાં એક વ્યકિત ભોજપુર જિલ્લાના પિયારો ગામની રહેવાસી છે તો અન્ય મૃતકોની ઓળખ હજી સુધી થઇ શકી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY