ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જીલ્લામા બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ જીલ્લામા બનતા મિલ્કત સબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય જેથી પો.સ.ઇ.વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કો્ડ ની ટીમના માણસો ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ રીઢો ગુનેગાર-મહેમુદ અબદુલ્લા વલી પટેલ રહે, સરનાર ભરૂચ ને વ્હાલુ ગામ પાસેથી બે ચોરીની મો.સા. સાથે શકમંદ હાલતમાં પકડેલ જેની પાસેથી તપાસ દરમ્યાન નીચે મુજબની મોટર સાઇકલો કબ્જે કરેલ છે. અને પકડાયેલ આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વધુ પુછ-પરછ કરી ભરૂચ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા તપાસ હાથ ધરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




