હૈદરાબાદ,તા.૧૩
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ તેની કરિયરના સુવર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે ૪૫ રન બનાવ્યા હતા. આ દરમિયાને તેણે એક નવો કીર્તિમાન રચ્યો હતો.
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે. કોહલીએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટમ મિસબાહ ઉલ હકનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મિસબાહે ૫૬ મેચમાં ૫૧.૩૯ની સરેરાશથી ૪૨૧૪ રન બનાવ્યા હતા. જેમાં તેણે ૮ સદી પણ ફટકારી હતી.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૪૨ મેચમાં ૬૫.૧૨ની સરેરાશથી ૪૨૩૩ રન નોંધાવ્યા છે. જેમાં તેણે ૧૭ સદી પણ ફટકારી છે. કોહલીની આ એવરેજ વિશ્વના તમામ કેપ્ટનોમાં સર્વશ્રેષ્ઠ છે.
કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામ પર છે. તેણે ૧૦૯ મેચમાં ૪૭.૮૪ની સરેરાશથી ૮૬૫૯ રન નોંધાવ્યા છે. જેમાં તેણે ૨૫ સદી પણ ફટાકારી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




