ચીનમાં મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યોઃ બંન્ને બાળકોના પિતા અલગ-અલગ!!

0
6

બિજિંગ,તા.૨૭
ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો પરંતુ જ્યારે તેનો ડીએનએ ટેસ્ટ થયો તો બંનેના પિતા અલગ-અલગ નીકળ્યા. આ વાતનો ખુલાસો થતાં જ ડાકટર્સ પણ અચંબામાં પડી ગયા.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે દંપત્તિએ પોતાના બાળકોના નામના રજીસ્ટ્રેશન માટે શિયામેન પોલીસની પાસે ગયા. ત્યાં તેમની પાસે બંને બાળકોના ડીએનએ રિપોર્ટ માંગ્યા હતા. ડીએનએ ટેસ્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે મહિલાએ પોતાના પતિને દગો આપી બીજી કોઇ વ્યક્તિની સાથે સંબંધ બાંધ્યા હતા.
પતિને આ વાતની જાણ થતા જે તેમણે પત્નીની કડક પૂછપરચ્છ કરી તો મહિલાએ પછી પોપટની માફક ફટફટ બોલી અને કહ્યું કે તેના બીજા વ્યક્તિ સાથે પણ સંબંધ છે તે વાતનો સ્વીકાર કરી લીધો.
એક વર્ષ પહેલાં જન્મેલા જાડિયા બાળકોના પિતાને એ વાતની શંકા હતી કે તેમનો એક દીકરો તેમના જેવો દેખાતો નથી. તેણે તેમની પત્નીને આ અંગે પહેલાં પૂછયું હતું પરંતુ તેને કોઇ જવાબ આપ્યો નહોતો. પરંતુ ભાંડો ડીએનએ ટેસ્ટ કરાવા માટે પોલીસ સ્ટેશન જવું પડ્યું ત્યારે ફૂટયો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY