એનસી અને પીડીપી જમ્મુ-કાશ્મીરની ખુશહાલીથી નાખુશ : રામ માધવ

0
6

જ્મ્મૂ,તા.૨૭
ભાજપ મહાસચિવ રામ માધવે ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતી પર નિશાન સાધતા કહ્યું છે કે આ બંને પક્ષો ફક્ત ચૂંટણી લાભો માટે અલગતાવાદી પક્ષો અને આતંકવાદી સંગઠનોની હિમાયત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એનસીનો એક નેતા પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવે છે. આ પ્રકારના નારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તે કોઈ પણ કિંમતે સહન કરવામાં ન આવે.
રામ માધવે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બન્ને પક્ષો ફક્ત ખાનગી ફાયદા માટે જમ્મુ-કાશ્મીરને ખુશ જાવા માંગતા નથી. આ બન્ને પક્ષ જ્યારે સત્તામાં હોય છે ત્યારે તેમના મોઢામાંથી બીજું કંઈક નીકળે છે. પરંતુ સત્તામાંથી બહાર આવ્યા બાદ તેમના વાક્્યો બદલાઇ જાય છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બન્ને પક્ષોની હાર નિશ્ચિત છે. સાથે ભાજપનો સ્પષ્ટ મત છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં થવી જાઇએ. આ સંબંધમાં પાર્ટીએ ચૂંટણી પંચથી પણ માંગ કરી છે.
રામ માધવે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ શક્તિશાળી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યું છે અને આશા છે કે અમે અહીં સારૂં પ્રદર્શન કરીશું. ભાજપ માટે જમ્મુ-કાશ્મીર માત્ર જમીનનો ટુકડો નથી પરંતુ અમારા માટે આ ભારતના ગૌરવની વાત છે. જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી શક્તિઓને અલગ કરવા એ અમારો હેતુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY