બિલાસપુર,તા.૧૦
છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે શંકાનો લાભ આપીને ગુનેગારને છોડી મૂકવાની કોઇ જોગવાઇ કાનૂનપોથીમાં નથી. આ રીતે કોઇને છોડી મૂકી શકાય નહીં. અરજદાર એમએ હુસૈન મધ્ય પ્રદેશના અંબિકાપુર વિસ્તારમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જિલ્લા લેવલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
તેમણે ૧૯૮૯ના ઑગષ્ટમાં આરપી ગુપ્તા નામના વેપારી પાસેથી ૧૩૪૫ રૂપિયાની એક એવી ૧૭૪૦ સાઇકલ ખરીદી હતી અને એ માટે રૂપિયા ૨૩ લાખ ૭૫ હજાર ૮૦૦ ચૂકવ્યા હતા. એમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઇ હતી અને એન્ટી કરપ્શન બ્યૂરોએ એમની સામે કેસ મા્ંડયો હતો.
હુસૈન સામે એવું આરોપનામું ઘડવામાં આવ્યું હતું કે રૂપિયા ૧૨૫૦માં મળતી સાઇકલના ૧૩૪૫ ચૂકવીને તેમણે રાજ્યને રૂપિયા ૨,૨૮,૮૦૦નું નુકસાન પહોંચાડયું હતું અને પોતે વેપારી પાસેથી કશોક લાભ મેળવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યૂરોએ ખાસ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ૩૦ વર્ષ પછી ખાસ અદાલતે હુસૈનને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.
એમની સામે એસીબીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ કાનૂનપોથીમાં શંકાનો લાભ આપીને ગુનેગારને જતો કરવાની જોગવાઇ નથી. એટલે ગુનેગારને સજા થવી જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




