સુરત, તા. ૧૮
હોડીબંગલા પાસેના હેરીટેજ કબ્રસ્તાન પાસેના વિવાદીત બાંધકામ કરનાર વિવાદાસ્પદ બિલ્ડર અંકિત પ્રજાપતિએ પોતાના ગેરકાયદે બાંધકામ સંદર્ભે એસએમસીમાં અરજીઅો કરી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની માંગણી કરનાર ડિમ્પલબેન પટેલ, કૃણાલસિંહ મોરી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી.
સિંગણપોર જયશિવમ સોસાયટીમાં રહેતાં બિલ્ડર અંકિત જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ આરોપી કૃણાલસિંહ મોરી, ડિમ્પલબેન પટેલ વિરૂદ્ધ ચોક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદીના બાંધકામ સંદર્ભે એસએમસીમાં અરજીઅો કરી બાંધકામ તોડાવી નાંખ્યા બાદ બાંધકામ નહીં કરવા અને છાપાના પાને ચઢાવી દઈ પ્રોજેક્ટ ફેલ કરી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી ફરિયાદીનાભાઈ પ્રશાંત પ્રજાપતિને તમાચો માર્યો હતો. બનાવ અંગે ચોક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


