સુરત, તા. ૧૮
અોલપાડ તાલુકાના ભગવા ગામના વેરાઈ માતાના મંદિર પાસે ગરબા જાવા માટે બેઠેલા અને ઝીંગાના વેપારી પર ધારીયા તેમજ લાકડાના ફટકા વડે હુમલો કરી જનથી મારી નાંખવાનો પ્રયાસ કરી ભગવા ગામના નવ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અોલપાડ પોલીસ મથક નોંધાયો હતો. પોલીસે રાયોટિંગ તથા જાનથી મારી નાંખવાન પ્રયાસની કલમો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવા ગામના પારસી ફળીયામાં ઝીંગાનો વેપારી રાહુલભાઈ સુનીલભાઈ રહે છે. ગતરોજ તેઅો ભગવા ગામના વેરાઈ માતાના મંદિર પાસે ગામના લોક સાથે ગરબા જેવા બેઠા હતા. ત્યારે આરોપી ડેનીશ વિજયભાઈ આહીર, હિરેન રમેશભાઈ આહિર, અક્ષય રમેશભાઈ આહિર, પ્રશાંત પ્રવિણભાઈ આહિર, સુમિત અશોકભાઈ આહિર, કાંતિભાઈ કેશવભાઈ આહિર, રમેશ આહિર, હેમાંશુ આહિર તથા રાજુ ગોવિંદભાઈ આહિર વગેરેઅોએ તેમની પાસે જઈને તમે લોકો સીટી મારીને કેમ બૂમ બરાડા પાડો છો ? આજે તમને લોકોને છોડવાના નથી. તેમ જણાવી ધારીયા અને લાકડાના ફટકા વડે રાહુલભાઈ તથા તેમના બેઠેલા અન્ય મિત્રો પર હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને અોલપાડના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અોલપાડ પોલીસ મથકમાં ઝીંગાના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



