બિરહુમ,તા.૨૫
ભારતીય જનતા પાર્ટીનીં બંગાળનાં પ્રમુખનો સ્થાનિક પોલીસ પર પિત્તો ગયો હતો અને તેમણે પોલીસને એવી ધમકી આપી હતી કે, જ્યારે અમે સત્તા પર આવીશુ ત્યારે તમારા પટ્ટા ઉતારી દઇશ (નોકરીમાંથી કાઢી મૂકીશું).
ભાજપનાં બંગાળનાં પ્રમુખ દિલીપ ઘોષે કોલકાતા પોલીસ પર ગુસ્સો કરતા કહ્યું કે, ભાજપ જ્યારે પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવશે ત્યારે તેમની વર્દી ઉતરી જશે. ઘોષે કોલકાતા પોલીસ પર એવો આરોપ લગાવ્યો કે, પોલીસ ભાજપનાં કાર્યકરો પર ખોટા કેસો દાખલ કરીને હેરાન કરે છે.
દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે, પોલીસ ભાજપનાં કાર્યકરો પર ખોટા કેસો દાખલ કરે છે. એક દિવસ આવશે જ્યારે અમે સત્તા પર આવીશું અને તમારે તમારી વર્દી ઉતારવાનો વારો આવશે. પોલીસ તેમની વર્દીને લાયક નથી.”
દિલીપ ઘોષે બંગાળનાં બિરહુમમાં સભા સંબોધતી વખતે આ ધમતી ઉચ્ચારી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ ભાજપનું અપમાન કરે છે. પોલીસને ધમકી આપતા તેમણે કહ્યું કે, ભાજપ એવા પોલીસ અધિકારીઓ પર નજર રાખે છે કે, જેઓ ભાજપનાં કાર્યકરો પર ખોટા કેસો કરે છે. અમે જ્યારે સત્તા પર આવીશુ ત્યારે આ તમામ પોલીસ અધિકારીઓને જાઇ લઇશું.”
ભાજપ પ્રમુખે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ઝારખંડમાંથી આવીને વસેલા લોકો પર સરકાર ઓરમાયુ વર્તન રાખે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




