શાળામાં બીજું સત્ર શરુ છતાં પાઠ્ય પુસ્તકોની અછત..?!!

0
117

જામનગર,તા.૨૨
જામનગરમાં પ્રાથમિક શાળાના પાઠ્ય પુસ્તકોની અછત સર્જાણી છે. જાકે સરકારી શાળાઓ માટે પાઠ્ય પુસ્તકોનો જથ્થો આવી ગયો છે અને સરકારી શાળાઓમાં વિતરણ શરુ કરી દેવાયું છે.
દિવાળી પછી બીજું સત્ર શરુ થઈ ગયું છે. પણ બજારમાં અમુક ધોરણના પુસ્તક મળતા નથી. ખાસ કરીને બીજા સત્રના પાઠ્ય પુસ્તકોની અછત સર્જાઈ છે.
ધોરણ ૮ના સમાજ વિજ્ઞાન અને સંસ્કૃતના પુસ્તકો બજારમાં મળતા નથી. ધોરણ ૭ના સમાજ વિજ્ઞાનના પુસ્તકો પણ મળતા નથી. પાઠ્ય પુસ્તક ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.
ખાનગી પુસ્તક વિક્રેતાઓએ દિવાળી અગાઉ જ ઓર્ડર બુક કરાવી આપ્યો છે. પણ હજુ સુધી પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો નથી. દરમિયાન સરકારી શાળા માટે પુસ્તકો જથ્થો જામનગર પહોંચી ગયો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૫૦ શાળાઓમાં વિતરણ શરુ કરી દેવાયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY