રાજકોટ,તા.૨૭
રાજકોટ જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં આજે ભારે ખેંચતાણ પછી કોંગ્રેસના હાથમાંથી છ કમિટીઓ ચાલી ગઇ છે. છેલ્લી ઘડીએ નાટ્યાત્મક વળાંક ના ભાગરૂપે કોંગ્રેસના ૨૦ સભ્યોના બળવાખોર જૂથે ભાજપના સાથથી આજની સામાન્ય સભામાં મેદાન મારી લીધું છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૩૪ જ્યારે ભાજપ પાસે માત્ર બે જ સભ્યો હતા. પરંતુ આજની સભામાં ભાજપ અને બળવાખોર જૂથે રર, કોંગ્રેસને ૧૩ અને એક સભ્યનો વોટ રદ થતા બહુમતીથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતનની કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતનું સુકાન હવે ભાજપના હાથમાં આવે તેવી શક્યતા છે.
અઢી વર્ષના શાસન પછી નવા પ્રમુખની પસંદગી અને કમિટીઓની રચના બાબતે કોંગ્રેસના જ સભ્યોએ બળવો કરી પડકાર ફેંકયો હતો. કોંગ્રેસના જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વીરાણીએ પક્ષની સામે બળવાખોરી કરી બળવાખોર તેમનું નેતૃત્વ કર્યું હતું.
ભાજપના દાવા મુજબ તેના કેમ્પમાં કુલ ર૪ સભ્યો હતા જ્યારે કોંગ્રેસ ૧પ સભ્યોનો દાવો કરી રહી હતી. ત્રણેક સભ્યો કળી શકાયા નહોતા. છતાં ભાજપે કાબે અર્જુન લૂંટ્યો વાળી કરવામાં સફળતા મેળવી લીધી છે.
કોંગ્રેસના જ સભ્યો દ્વારા કોંગ્રેસને હરાવવાનો ગેમ પ્લાન ભાજપે આજે પાર પાડ્યો હતો. ભાજપા કેબિનેટ કક્ષાના પ્રધાન કુંવરજી બાવળીયા, ડો. ભરત બોઘરા સહિત અન્ય નેતાઓએ ઓપરેશન ઓલઆઉટ જાહેર કરીને ગઇકાલે રાત્રે એક વાગ્યા સુધી કોંગ્રેસના કેમ્પમાંથી ચૂપચાપ ૧૯ સભ્યોને સિફતપૂર્વક લઇ લીધા હતા. આમ કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસને છેલ્લો ઘા માર્યો હતો. તેમને ગોંડલના એક ફાર્મહાઉસમાં રખાયા બાદ આજે સ્પેશ્યલ બસ દ્વારા સામાન્ય સભામાં હાજર કરાયા હતા.
ભાજપનો દાવો હતો કે, તેમના કેમ્પમાં કુલ ર૪ સભ્યો છે. તે જાતા કોંગ્રેસમાં ૧ર સભ્યો હોવા જાઇએ. કોંગ્રેસે ૧૪ સભ્યોનો દાવો કરતા ત્રણ સભ્યો બંને તરફ હોવાનું જણાયું હતું. જેનું આજે સસ્પેન્સ ખૂલ્યું હતું અને ભાજપની તરફેણમાં રર વોટ પડ્યા હતા. કોંગ્રેસના ગઢમાં અત્યારે સોપો પડી ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


