સરકારી નાણા ૪ લાખ રૂપિયાની ઉચાપત મામલે ધરપકડ કરવામાં આવી.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામે ૫ સખીમંડળ હોય જ્યારે ૧૦ સખીમંડળ બતાવી ૪ લાખ ની ઉચાપતની રાણપુરના તત્કાલિન ટીડીઓ એસ.એમ.ભાસ્કર સહીત ૫ મહીલાઓ વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી ત્યારે આજે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ એન રામાણી અને સ્ટાફ દ્વારા મહેમદાબાદ થી ટીડીઓ એસ.એમ.ભાસ્કરની ધરપકડ કરવામાં આવી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુરના તત્કાલિન પુર્વ ટી.ડી.ઓ અને હાલ માં મહેમદાબાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ.એમ.ભાસ્કર ઉપર ચાર લાખની ઉચાપતની ફરીયાદ નોંધવામાં આવી હતી અને મહેમદાબાદ એસ.એમ.ભાસ્કર ને તેમની ઓફીસે થીજ ધરપકડ કરીને રાણપુર કોર્ટ માં રજુ કરી આગળની કાર્યવાહી રાણપુર પી.એસ.આઈ.એસ એન રામાણી કરી રહ્યા છે
રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર(રાણપુર)
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





