બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા આપેલ સુચના મુજબ કાયદો અને વ્યવસ્થા ની જાળવણીનાં ભાગરૂપે એસ.ઓ.જી.શાખા ના ઇંન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાણા એ હોટલ-ગેસ્ટ હાઉસ ચેકીંગની સુચના આપતા ઇંન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાણા સાહેબની રાહબરી હેઠળ બોટાદ એસ.ઓ.જી શાખા ના અના.એ.એસ.આઇ એન.એમ.ચૌહાણ તથા હેડ.કોન્સ. મુકેશભાઇ રાજાભાઇ તથા પો.કોન્સ. ભગીરથભાઇ બોરીચા તથા બોટાદ એસ.ઓ.જી.શાખા તથા પેરોલ-ફર્લો,સ્કોડ નો સ્ટાફ બોટાદ ટાઉન વિસ્તારમાં હોટલ તથા ગેસ્ટહાઉસ ચેક કરતા હતા તે દરમ્યાન પાળીયાદ રોડ ઉપર આવેલ હોટલ રઘુવીર ઇન માં જઇ રજિસ્ટર તથા તેના લીધેલ પુરાવાઓ ચેક કરતા રજીસ્ટરમા બે વ્યક્તિઓ રોકાયેલ હોય અને એક જ વ્યક્તિનુ પ્રુફ લીધેલ હતુ તેમજ અન્ય રૂમમાં કુલ ચાર વ્યક્તિઓ રોકાયેલ હોય અને એક જ વ્યક્તિનુ પ્રુફ લીધેલ હોય તેમજ હોટલ માં લગાડેલ કેમેરાઓના વિઝન ચેક કરી જોતા યોગ્ય એન્ગલ થી કેમેરાઓ લગાડેલ ન હતા આથી હોટલ રઘુવીર ઇન સંચાલકે અધિક જીલ્લા મેજી.સા.ના જાહેરનામા નો ભંગ કરી ઇ.પી.કો.કલમ ૧૮૮ મુજબનો ગુનો કરેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસર કરી વધુ તપાસ માટે બોટાદ ટાઉન પો.સ્ટે ખાતે સોંપેલ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



